27 March, 2026 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોઝા-ગર્લ થઈ ગઈ ૫૭ વર્ષની
બૉલીવુડ અને સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી મધુની ગઈ કાલે ૫૭મી વર્ષગાંઠ હતી. મણિરત્નમની ફિલ્મ ‘રોઝા’ મધુની કરીઅર માટે ટર્નિંગ-પૉઇન્ટ હતી અને ત્યારથી તેને રોઝા-ગર્લનો ટૅગ મળ્યો હતો. પોતાની વર્ષગાંઠે મધુએ સોશ્યલ મીડિયા પર બન્ને દીકરીઓ સાથેની એક જૂની અને સુંદર તસવીર શૅર કરી છે. આ તસવીરમાં તે પોતાની દીકરીઓ અમેયા અને કિયા સાથે સમય પસાર કરતી જોવા મળે છે.