17 April, 2026 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત અને કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાન ઘણી વખત જાહેર કાર્યક્રમોમાં સાથે જોવા મળે છે
ઍક્ટ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની સંસદસભ્ય કંગના રનૌત અને કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાન ઘણી વખત જાહેર કાર્યક્રમોમાં સાથે જોવા મળે છે. જ્યારે તેઓ સાથે હોય છે ત્યારે તેમની રિલેશનશિપ વિશે સોશ્યલ મીડિયા પર જાતજાતની ચર્ચા થાય છે. હવે આ તમામ અટકળો પર કંગનાએ ખુદ સ્પષ્ટતા કરી છે.
ચિરાગ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો રહ્યો છે, એથી તેની સાથે મને કમ્ફર્ટેબલ લાગતું હોય છે અને બન્ને વચ્ચે એક સારો અને સ્વાભાવિક મિત્રતાનો સંબંધ છે: કંગના રનૌત
ચિરાગ પાસવાન સાથેના પોતાના સંબંધો વિશે કંગનાએ કહ્યું હતું કે ‘મારા અને ચિરાગ પાસવાન વચ્ચે કોઈ પણ પ્રકારનો રોમૅન્ટિક સંબંધ નથી. અમે બન્ને માત્ર સારાં મિત્રો છીએ અને અમારી વચ્ચે મિત્રતાનો જ સંબંધ છે. હું અને ચિરાગ લગભગ ૧૦ વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ અને અમે સાથે કામ પણ કર્યું છે. અમારા સંબંધમાં ક્યારેય પ્રેમસંબંધ જેવી કોઈ બાબત રહી નથી. જો અમારી વચ્ચે કોઈ રોમૅન્સ હોત તો આજે અમારાં બાળકો હોત.’