સ્ટોરીને વિઝ્‍યુઅલાઇઝ કરવામાં પણ રોમૅન્સ છુપાયેલો છે : અનુરાગ બાસુ

18 August, 2021 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેં ‘લુડો’ને થિયેટર્સમાં રિલીઝ કરવા માટે બનાવી હતી, પરંતુ એ નહોતું થયું. હું દરેક સ્ક્રીન-સાઇઝ માટે તૈયાર છું. મેં મારી કરીઅરની શરૂઆત ટેલિવિઝન દ્વારા કરી હતી.

અનુરાગ બાસુ

અનુરાગ બાસુનું કહેવું છે કે સિલ્વર સ્ક્રીન માટે સ્ટોરીને વિઝ્‍યુઅલાઇઝ કરવામાં પણ રોમૅન્સ છુપાયેલો છે. અનુરાગ ‘લાઇફ ઇન અ મેટ્રો’, ‘ગૅન્ગસ્ટર’, ‘બર્ફી’ અને ‘લુડો’ જેવી વિવિધ પ્રકારની ફિલ્મો બનાવવા માટે જાણીતો છે. તેની ‘લુડો’ને ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં સ્ક્રીન કરવામાં આવશે. ૧૫ ઑગસ્ટથી ૩૦ ઑગસ્ટ સુધી ચાલી રહેલા આ ફેસ્ટિવલમાં ફિલ્મને સ્ક્રીનિંગ કરવાની સાથે એને વર્ચ્યુઅલી પણ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ વિશે વાત કરતાં અનુરાગ બાસુએ કહ્યું હતું કે ‘મારી ફિલ્મ ‘લુડો’ને બિગ સ્ક્રીન પર સ્ક્રીન કરવામાં આવી રહી છે. થોડા દિવસોમાં ફરી એને વર્ચ્યુઅલ સ્ક્રીન પર કરવામાં આવશે, પરંતુ બિગ સ્ક્રીન પર સ્ક્રીન થઈ રહી હોવાથી હાલમાં હું ખૂબ ખુશ છું. મેં ‘લુડો’ને થિયેટર્સમાં રિલીઝ કરવા માટે બનાવી હતી, પરંતુ એ નહોતું થયું. હું દરેક સ્ક્રીન-સાઇઝ માટે તૈયાર છું. મેં મારી કરીઅરની શરૂઆત ટેલિવિઝન દ્વારા કરી હતી. જોકે સિલ્વર સ્ક્રીન માટે સ્ટોરીને વિઝ્‍યુઅલાઇઝ કરવામાં પણ રોમૅન્સ છુપાયેલું છે.’

 હું વેબ-સિરીઝ બનાવવા માટે કોઈ પણ સ્ટોરીને પસંદ નહીં કરું. ફિલ્મની સ્ટોરીને લાંબી કરીને વેબ-સિરીઝ નહીં બનાવું. મને જ્યારે કોઈ વેબ-સિરીઝ બનાવવાલાયક સ્ટોરી મળશે ત્યારે હું એ જરૂર બનાવીશ. - અનુરાગ બાસુ, ફિલ્મમેકર

Bollywood bollywood news entertainment news anurag kashyap