બાર કરોડ રૂપિયાનો સેટ

26 January, 2022 01:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાનીની ‘દસારા’ માટે એક ગામડાના સેટ માટે આટલા રૂપિયાનો કરવામાં આવશે ખર્ચ

નાની

તેલુગુ સ્ટાર નાનીની આગામી ફિલ્મ ‘દસારા’ માટે એક ગામડાના સેટ માટે બાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ ફિલ્મમાં એક ગામડાના સેટની જરૂર છે જેમાં ફિલ્મનાં ખૂબ જ મહત્ત્વનાં દૃશ્યોને શૂટ કરવામાં આવશે. આ માટે મેકર્સ દ્વારા એક ગામનો આખો સેટ તૈયાર કરવાની તૈયારી દેખાડી છે. આ માટે હૈદરાબાદના બહારના વિસ્તારમાં સેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. બાર એકર્સમાં આ સેટ તૈયાર કરવામાં આવશે. ‘દસારા’ના આર્ટ ડિરેક્ટર તરીકે અવિનાશ કોલા આ સેટ પર દેખરેખ રાખી રહ્યો છે. આ ફિલ્મમાં નાનીની સાથે કીર્તિ સુરેશ કામ કરી રહી છે જેને ડેબ્યુટાન્ટ શ્રીકાંત ઓડેલા ડિરેક્ટ કરી રહ્યો છે.

entertainment news bollywood bollywood news