૫૦ છોકરીઓને પાછળ છોડીને રાજપાલ યાદવ સાથેની ‘અર્ધ’ દ્વારા બૉલીવુડ ડેબ્યુ કરી રહી છે રુબીના દિલૈક

21 July, 2021 02:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને સિંગર પલક મુચ્છલના ભાઈ પલાશ મુચ્છલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે

રાજપાલ યાદવ, રુબીના દિલૈક

રુબીના દિલૈકે પચાસ છોકરીઓને પાછળ છોડીને રાજપાલ યાદવ સાથેની ‘અર્ધ’ને સાઇન કરી લીધી છે. ‘બિગ બૉસ 14’ દ્વારા તે ઘણી લોકપ્રિય બની ગઈ છે. એ પહેલાં તેણે ‘શક્તિ : અસ્તિત્વ કે એહસાસ કી 3’માં કામ કર્યું હતું અને ઘર-ઘરમાં જાણીતી બની હતી. આ ફિલ્મમાં તેની સાથે હિતેન તેજવાણી પણ છે. આ ફિલ્મને સિંગર પલક મુચ્છલના ભાઈ પલાશ મુચ્છલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે અને એનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવશે. મ્યુઝિક કમ્પોઝરમાંથી પલાશ હવે ડિરેક્ટર બની રહ્યો છે અને તેનો ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મને રિયલ લોકેશન પર શૂટ કરવામાં આવશે અને શૂટિંગ બે મહિના સુધી કરવામાં આવશે. ‘અર્ધ’ની સ્ટોરી એક એવા અસ્પાયરિંગ ઍક્ટરની છે જે તેના ઍક્ટિંગના સપનાને પૂરું કરવા માટે મુંબઈ આવે છે. પલાશે લુક-ટેસ્ટ બાદ રુબીનાને પસંદ કરી હતી અને તેનું ઑડિશન નહોતું લીધું.

entertainment news bollywood bollywood news upcoming movie rajpal yadav rubina dilaik