23 August, 2026 01:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર
તાજેતરમાં સોશ્યલ મીડિયા પર કરીના કપૂરનો જિમની બહારનો એક વિડિયો વાઇરલ થયો હતો, જેના બાદ એવી અફવા ફેલાઈ કે કરીના ત્રીજી વખત મમ્મી બનવાનાી છે. જોકે પછી કરીનાની ટીમે આ વાતને રદિયો આપ્યો હતો. હવે કરીનાની નણંદ અને સૈફ અલી ખાનની બહેન સબા પટૌડીએ આ દાવાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
સબાએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘એક ખરાબ ઍન્ગલ... અથવા બૅડ હેર-ડે! લોકો આટલી મોટી વાત કેવી રીતે માની લે છે? ઍરપોર્ટ પર તે ખૂબ ગ્રેસફુલ, ક્લાસી અને સ્લિમ લાગી રહી હતી અને આજે જિમમાંથી બહાર નીકળી છે... બસ એટલી જ વાત છે. હું તો મારી બહેનને બીજું બાળક કરવા માટે સમજાવી રહી છું... કાશ તેના માટે આ સાચું હોતી. આ વાત કહેવા બદલ તો તે મારી જાન લઈ લેશે. જીવો અને જીવવા દો, મિત્રો. કેટલીક બાબતો ખાનગી જ રહેવી જોઈએ. બિનજરૂરી અટકળો લગાવવાની જરૂર નથી.’