29 March, 2026 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટે સદ્ગુરુ પાસે માગી સારા પેરન્ટ બનવાની ટિપ્સ
સદ્ગુરુ તરીકે જાણીતા આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવ અને આલિયા ભટ્ટ સાથે ચેન્નઈમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં વાતચીત થઈ છે જેની ઝલક સદ્ગુરુએ પોતાના સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. સદ્ગુરુએ તસવીરો શૅર કરતાં લખ્યું કે આલિયાએ જીતો ચેન્નઈ પ્લસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તેમની સાથે રસપ્રદ ચર્ચા કરી. આ વાતચીત દરમ્યાન આલિયા પોતાની દીકરી રાહા માટે પેરન્ટિંગ વિશે સલાહ માગતી નજર આવે છે. આ દરમ્યાન સદ્ગુરુએ આલિયાને કહ્યું કે માતા-પિતા તરીકે વધુ ચિંતા કરવાની જરૂર નથી. સદ્ગુરુએ પોતાના સોશ્યલ મીડિયામાં જે વિડિયો શૅર કર્યો છે એમાં આલિયા પૂછે છે, ‘એક એવી વ્યક્તિ માટે તમારી સલાહ શું હશે જેને ખબર નથી પડતી કે તે સારી પેરન્ટ છે કે નહીં?’ આ સવાલ પર સદ્ગુરુ કહે છે કે ‘ચિંતિત પેરન્ટ સારો પેરન્ટ નથી.’ આ જવાબ સાંભળીને ત્યાં હાજર લોકો હસી પડે છે, જ્યારે આલિયા હળવાશથી કહે છે કે ચિંતા સંપૂર્ણ રીતે દૂર કરવી સરળ નથી.