નીતેશ તિવારીની રામાયણની સીતા પરણેલી છે અને બે બાળકોના પિતા સાથે પ્રેમમાં?

07 July, 2025 07:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પલ્લવી પોતાની પર્સનલ લાઇફને બહુ પ્રાઇવેટ રાખે છે જેના કારણે તેની લવ લાઇફ વિશે કોઈ સત્તાવાર માહિતી નથી

સાઈ પલ્લવી

નીતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ૨૦૨૬ની દિવાળી દરમ્યાન રિલીઝ થશે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં તેમ જ સાઉથની ઍક્ટ્રેસ સાઈ પલ્લવી સીતામાતાના રોલમાં જોવા મળશે. સાઈ પલ્લવી તેની સાદગી અને નો-મેકઅપ લુક માટે લોકપ્રિય રહી છે અને આ કારણે જ તેના ફૅન્સની સંખ્યા ઘણી વધારે છે. જોકે સાઈના અંગત જીવન વિશે બહુ ઓછી ચર્ચા થાય છે. 

પલ્લવી પોતાની પર્સનલ લાઇફને બહુ પ્રાઇવેટ રાખે છે જેના કારણે તેની લવ લાઇફ વિશે  કોઈ સત્તાવાર માહિતી નથી. જોકે એક રિપોર્ટ પ્રમાણે તે પરણેલી છે અને બે બાળકોના પિતા એવા તેલુગુ ઍક્ટર સાથે રિલેશનશિપમાં છે. જોકે આ ઍક્ટરનું નામ હજી જાહેર નથી થયું અને સાઈ પલ્લવીએ પણ આ ચર્ચા વિશે ક્યારેય કોઈ સ્પષ્ટતા નથી કરી. 

sai pallavi sex and relationships bollywood buzz bollywood news bollywood entertainment news