13 October, 2026 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પહેલી પોસ્ટમાં સૈફે શૅર કરેલા પોતાના બે ફોટો.
સૈફ અલી ખાન છેલ્લાં ઘણાં વર્ષોથી સોશ્યલ મીડિયાથી દૂર રહ્યો છે. જોકે હવે તેણે સોશ્યલ મીડિયા પર પદાર્પણ કર્યું છે. સૈફે ઇન્સ્ટાગ્રામ પર પોતાનું અકાઉન્ટ બનાવ્યું છે જે વેરિફાઇડ છે. સૈફની સોશ્યલ મીડિયા પરની પહેલી પોસ્ટ ‘પટૌડી લાઇબ્રેરી’ વિશે છે. તેણે લાઇબ્રેરીની કેટલીક તસવીરો શૅર કરીને લખ્યું હતું કે “પટૌડી લાઇબ્રેરી... જજિંગ બુક્સ બાય ધેર કવર.’
ગઈ કાલે રાત્રે આ લખાઈ રહ્યું હતું ત્યાં સુધીમાં ઇન્સ્ટાગ્રામ પર સૈફના એક દિવસમાં ૬૫ હજારથી વધુ ફૉલોઅર્સ થઈ ગયા હતા. જોકે તે પોતે એક જ વ્યક્તિને ફૉલો કરી રહ્યો છે અને એ છે એની પત્ની કરીના કપૂર.