“તેની ઉર્જા શાહરુખ ખાન જેવી છે”: સૈફ અલી ખાને અલાયા એફની પ્રશંસા કરતાં કહ્યું

21 April, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Saif Ali Khan praises Alaya F: ફિલ્મના પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન સૈફ અલી ખાને અલાયાના સાથે કામ કરવાનો અનુભવ શૅર કર્યો હતો. આ અનુભવ જણાવતા સૈફે અલાયાની તૈયારીની પ્રશંસા કરી હતી, પણ તેની ઊર્જાની તુલના બૉલિવૂડના વર્સટાઇલ અભિનેતા શાહરુખ ખાને પણ કરી હતી.

સૈફ અલી ખાન, અલાયા એફ અને શાહરુખ ખાન

બૉલિવૂડના જાણીતા અભિનેતા સૈફ અલી ખાન અને જેન-ઝીની પાવરહાઉસ અભિનેત્રી અલાયા એફ ફરી એક વખત સ્ક્રીન શૅર કરતાં જોવા મળવાના છે. તેઓ કૉમેડી ડ્રામા ફિલ્મ ‘જવાની જાનેમન’માં પહેલી વખત એકસાથે કામ કરતાં જોવા મળ્યા હતા. ‘જવાની જાનેમન’ અલાયા માટે બૉલિવૂડ ડેબ્યૂ ફિલ્મ બની હતી. ફિલ્મના પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન સૈફ અલી ખાને અલાયાના સાથે કામ કરવાનો અનુભવ શૅર કર્યો હતો. આ અનુભવ જણાવતા સૈફે અલાયાની તૈયારીની પ્રશંસા કરી હતી, પણ તેની ઊર્જાની તુલના બૉલિવૂડના વર્સટાઇલ અભિનેતા શાહરુખ ખાને પણ કરી હતી.

સૈફ અલી ખાને કહ્યું હતું કે “મારી માટે સૌથી ખાસ અનુભવ આ શાનદાર છોકરી અલાયા સાથે કામ કરવાનો રહ્યો. મને લાગે છે કે આ નવી જનરેશન ખરેખર અલગ છે. જ્યારે અમે શરૂઆત કરી હતી ત્યારેની તુલનાએ આજના યુવાનો ઘણી વધુ તૈયારી સાથે આવે છે. મને એવું લાગ્યું કે હું અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ કલાકાર સાથે કામ કરી રહ્યો છું. મેં શાહરુખ ખાને સાથે કામ કર્યું છે અને એ અનુભવ પણ અદભૂત રહ્યો હતો. અલાયા સાથે કામ કરવામાં પણ મને એવી જ ઊર્જા અનુભવાઈ હતી, જે મારી માટે આશ્ચર્યજનક હતું. અમે છ મિનિટનો સીન એક જ ટેકમાં કર્યો અને અલાયા તરફથી એક પણ ભૂલ ન હતી. એ અવિશ્વસનીય હતું.”

હાલમાં સૈફ અલી ખાન તેની આગામી ઓટીટી ફિલ્મ `જ્વેલ થીફ: ધ હાઈસ્ટ બેગિન્સ`ની રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે. સૈફ અલી ખાન ઘણી વખત પોતાના સહ-અભિનેતાઓની પ્રશંસા કરતો જોવા મળ્યો છે, અને અલાયા એફ માટે તેના આ શબ્દો ન માત્ર અલાયા માટે યાદગાર રહ્યા, પણ એ પણ સાબિત કરે છે કે તે એવી જેન-ઝી સ્ટાર છે જે શાહરુખ ખાન જેવી ઊર્જા અને સમર્પણ સાથે કામ કરે છે.

તેના કરિયરના શરૂઆતથી જ અલાયા એફ પરંપરાગત ભૂમિકાઓથી આગળ વધીને કંઈક નવું કરવાનો પ્રયત્ત્ન કરી રહી છે. પછી તે ઇન્ટેન્સ અને ગંભીર પાત્રો હોય કે કોઈ લવ ઇન્ટરેસ્ટની ભૂમિકા તણે દરેક રોલને કહાનીમાં મહત્ત્વ આપીને ભજવ્યો છે. પછી તે ‘ફ્રેડી’, ‘શ્રીકાંત’, ‘યૂ-ટર્ન’ હોય કે અનુરાગ કશ્યપની ‘ઓલ્મોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત’ જેવી અન્ડરરેટેડ પણ શક્તિશાળી પરફોર્મન્સ – અલાયાએ પોતાને એક એવી જેન-ઝી અભિનેત્રી તરીકે સાબિત કરી છે જે કોઈપણ પાત્રમાં પોતાને ઢાળી શકે છે. દરેક પ્રોજેક્ટમાં પોતાને સાબિત કરવાની ક્ષમતા, શૈલીઓમાં ફેરફાર લાવવાનો પ્રયાસ અને પ્રભાવશાળી પાત્રો પસંદ કરવાની સમજણ સાથે, અલાયા એફ એ પાવરહાઉસ જેન-ઝી સ્ટાર છે.

saif ali khan Shah Rukh Khan bollywood news bollywood buzz bollywood gossips bollywood