06 November, 2025 01:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
Ahaan Panday
‘સૈયારા’ જેવી રોમૅન્ટિક ફિલ્મમાં જબરદસ્ત સફળતા મેળવનાર અહાન પાંડેની આગામી ફિલ્મ ઍક્શન-રોમૅન્સથી ભરપૂર છે જેનું નિર્દેશન અલી અબ્બાસ ઝફર કરી રહ્યો છે.
આ ફિલ્મ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘અહાન હવે પોતાની નેક્સ્ટ ફિલ્મ માટે આકરી મહેનત કરી રહ્યો છે. આ એક ઍક્શન ફિલ્મ છે એટલે તે એના માટે આકરી ફિઝિકલ ટ્રેઇનિંગ પણ લઈ રહ્યો છે. ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર ડિસેમ્બરમાં એક મહિના માટે લોકેશનની રેકી કરવા માટે બ્રિટન જવાના છે અને લંડન, મૅન્ચેસ્ટર, બર્મિંગહૅમ અને લીડ્સ જેવાં શહેરોમાં શૂટિંગ માટે લોકેશન શોધશે. ફિલ્મનો લગભગ ૮૦થી ૯૦ ટકા ભાગ બ્રિટનમાં શૂટ થશે. આ ફિલ્મ માટે અહાને નવો લુક અપનાવ્યો છે અને તે હૅન્ડ-ટુ-હૅન્ડ કૉમ્બેટ માટેની તાલીમ અને વેપન-ટ્રેઇનિંગ લઈ રહ્યો છે.’