14 October, 2025 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અહાન પાંડે અને અનીત પડ્ડાની રિયલ લાઇફ કેમિસ્ટ્રી ચર્ચામાં છે. આજે અનીતનો જન્મદિવસ છે ત્યારે ગઈ કાલે અહાને સોશ્યલ મીડિયા પર તેઓ એકસાથે કોલ્ડપ્લે કૉન્સર્ટ માણતાં હોય એવો પર્સનલ ફોટો શૅર કરીને તેને ઍડ્વાન્સ બર્થ-ડે સરપ્રાઇઝ આપી છે. અહાને આ પોસ્ટની કમેન્ટમાં કોઈ સ્પષ્ટતા નથી કરી પણ આમ છતાં આ ફોટોમાં જોવા મળતી નિકટતા તેમની રિલેશનશિપનો આડકતરો ઇશારો કરી રહી છે.