સૈયારા સ્ટાર અનીત પડ્ડાની બીજી ફિલ્મ પણ લવ-સ્ટોરી

31 August, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મનીષ શર્માના ડિરેક્શન હેઠળની આ રોમૅન્ટિક ફિલ્મનું પ્રી-પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છે

અનીત પડ્ડા

‘સૈયારા’થી બૉલીવુડમાં એન્ટ્રી લેનાર અહાન પાંડે અને અનીત પડ્ડાને આ ફિલ્મે રાતોરાત સ્ટાર બનાવી દીધાં. હવે રિપોર્ટ છે કે ‘સૈયારા’નો ક્રેઝ ઓછો થાય એ પહેલાં જ અનીતે બીજી એક રોમૅન્ટિક ફિલ્મ સાઇન કરી છે. અનીતની આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સ સાથે છે અને એના ડિરેક્શનની જવાબદારી મનીષ શર્માને સોંપવામાં આવી છે.

મનીષ શર્માના ડિરેક્શન હેઠળની આ રોમૅન્ટિક ફિલ્મનું પ્રી-પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છે. હાલમાં ફિલ્મનું ટાઇટલ સીક્રેટ રાખવામાં આવ્યું છે. જોકે હજી આ ફિલ્મના હીરોની પસંદગી કરવામાં નથી આવી અને એનું શૂટિંગ ૨૦૨૬ના પહેલા છ મહિનામાં શરૂ કરવાનું પ્લાનિંગ છે.

aneet padda upcoming movie entertainment news bollywood bollywood news