16 April, 2026 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અહાન અને અનીત ડિરેક્ટર મોહિત સૂરિ તથા યશરાજ ફિલ્મ્સના CEO અક્ષય વિધાની સાથે
અહાન પાંડે અને અનીત પડ્ડાએ ગયા વર્ષે ડિરેક્ટર મોહિત સૂરિની ‘સૈયારા’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી હતી અને સુપરહિટ સાબિત થઈ હતી. હવે રિપોર્ટ છે કે આ ટીમ ફરી એક વખત સાથે આવવાની છે. મોહિત સૂરિ, અહાન પાંડે અને અનીત પડ્ડા એક નવી ઇન્ટેન્સ રોમૅન્ટિક ફિલ્મ પર કામ કરવા જઈ રહ્યાં છે. જોકે આ ફિલ્મ ‘સૈયારા’ની સીક્વલ નહીં હોય પણ એક નવી લવ-સ્ટોરી હશે.
આ નવી ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે અને મોહિત સૂરિએ પણ આ પ્રોજેક્ટ વિશે કહ્યું કે તેને હંમેશાં ભાવનાત્મક લવ-સ્ટોરીઝ બનાવવી ગમે છે અને આ પણ એક ઇન્ટેન્સ લવ-સ્ટોરી હશે. જોકે ફિલ્મની સત્તાવાર રિલીઝ-તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.