14 October, 2025 05:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનિત અને આહાનના વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ડેબ્યૂ ફિલ્મ સાથે જ રાતોરાત સ્ટાર બની ગયેલી અભિનેત્રી અનીત પડ્ડાએ જે ‘સૈયારા ગર્લ’ તરીકે પણ પ્રખ્યાત છે. તેણે 13 ઑક્ટોબરે પોતાનો 23મો જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસની ઉજવણીના ફોટા સામે આવતાની સાથે જ બધાએ સોશિયલ મીડિયા પર તેના અને આહાન પાંડેના રિલેશનની ટિપ્પણીઓ ટિપ્પણીઓ શરૂ કરી દીધી છે. આનું કારણ એ હતું કે જન્મદિવસના ફોટામાં અનીત પડ્ડાની અહાન પાંડે સાથેની કેમેસ્ટ્રી એકદમ અદ્ભુત દેખાતી હતી. બન્ને ફિલ્મ કરતાં એકબીજાની વધુ નજીક દેખાતા હતા. આ તસવીરો અને વીડિયોએ તેમના ડેટિંગની અફવાઓને વેગ આપ્યો હતો.
અનીત પડ્ડા અને અહાન પાંડેએ તેમના સંબંધોની પુષ્ટિ કરી?
અનીત પડ્ડાએ તેના રૂમર્ડ બૉયફ્રેન્ડ અહાન પાંડે સાથે તેના જન્મદિવસની ઉજવણી કરી હતી. અહાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક કોન્સર્ટનો વીડિયો શૅર કર્યો, જેમાં તે અનીત પડ્ડા સાથે આનંદ માણતો જોઈ શકાય છે. આ વીડિયોમાં તેમની મજબૂત કેમેસ્ટ્રી સ્પષ્ટપણે દેખાઈ રહી છે, અને ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વીડિયો ક્લિપમાં, અનીત અને અહાન એકબીજાને તેમના મેચિંગ રિસ્ટબેન્ડ પણ બતાવતા જોવા મળે છે, જેણે ચાહકોને વધુ ઉત્સાહિત કર્યા છે.
અહાન પાંડે અનીત પડ્ડાની સેલ્ફીમાં જોવા મળી અદ્ભુત કૅમેસ્ટ્રી
કોન્સર્ટમાંથી અનીત અને અહાનની એક સેલ્ફીને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફોટામાં, બન્ને આંખો બંધ કરીને મ્યુઝિક કોન્સર્ટનો આનંદ માણતા જોવા મળે છે. ફિલ્મ `સૈયારા`ની સફળતા પછી, અનીત અને અહાન બન્ને સુપરસ્ટાર બની ગયા છે. ફિલ્મમાં તેમની કેમેસ્ટ્રી જેટલી પસંદ કરવામાં આવી હતી, તેટલી જ તેમનો કૅરિંગ બૉન્ડિંગ વાસ્તવિક જીવનમાં પણ દેખાય છે. બન્નેના ફોટા ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવે છે.
ડેટિંગની અફવાઓ વધુ તીવ્ર બની છે
અહેવાલ મુજબ, "અહાન પાંડે અને અનિતા પડ્ડા રિલેશનમાં છે. અહેવાલમાં જણાવાયું છે કે તેમની પ્રેમકથા સૌથી સુંદરમાંની એક છે, જે `સૈયારા`ના શૂટિંગ દરમિયાન તે શરૂ થઈ હતી. અહેવાલમાં જણાવાયું છે કે સેટ પર કામ કરતી વખતે તેઓ નજીક આવ્યા હતા. આખરે, તેમની મિત્રતા ગાઢ પ્રેમમાં ફેરવાઇ. અનીતા અને અહાન એક કમિટેડ રિલેશનમાં છે."
કેવી રીતે શરૂ થઈ ચર્ચા
અહાન પાંડે અને અનીત પડ્ડાની રિયલ લાઇફ કેમિસ્ટ્રી ચર્ચામાં છે. આજે અનીતનો જન્મદિવસ છે ત્યારે ગઈ કાલે અહાને સોશિયલ મીડિયા પર તેઓ એકસાથે કોલ્ડપ્લે કૉન્સર્ટ માણતાં હોય એવો પર્સનલ ફોટો શૅર કરીને તેને ઍડ્વાન્સ બર્થ-ડે સરપ્રાઇઝ આપી છે. અહાને આ પોસ્ટની કમેન્ટમાં કોઈ સ્પષ્ટતા નથી કરી પણ આમ છતાં આ ફોટોમાં જોવા મળતી નિકટતા તેમની રિલેશનશિપનો આડકતરો ઇશારો કરી રહી છે.