✕

દેશભક્તિની ફિલ્મના ગીતમાં સાવ આવા શબ્દો?

05 November, 2026 01:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાને તેની માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસનું ગીત તેરી સેક્સી બ્યુટી રિલીઝ કર્યા પછી સોશ્યલ મીડિયા પર આવી કમેન્ટ્સ થઈ રહી છે.

સલમાન ખાન

સલમાન ખાને ગઈ કાલે સવારે પાંચ વાગ્યે તેની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’નું નવું ગીત ‘તેરી સેક્સી બ્યુટી’ રિલીઝ કર્યું છે. આ ગીતને સલમાન ખાને પોતાનો અવાજ આપ્યો છે. ગીતમાં સલમાન સાથે ચિત્રાંગદા સિંહ પણ જોવા મળી રહી છે. સલમાને પ્લેબૅક સિન્ગર તરીકે ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘હીરો’નું ટાઇટલ સૉન્ગ ગાયું હતું. હવે ૧૧ વર્ષ બાદ કોઈ ફિલ્મ માટે તેણે ગીત ગાયું છે. 

સોશ્યલ મીડિયા પર ગીત શૅર કરતી વખતે સલમાને લખ્યું હતું કે ‘રવાના થવાનો સમય સવારે ૫:૧૨ વાગ્યે છે, ફ્લાઇટ સમયસર છે. બે પેગ પીધા છે અને મારી સેક્સી બ્યુટી સાથે ઉડાન ભરી રહ્યો છું. ખબર નથી કે ક્યાં જઈને ઊતરીશ.’

આ ગીત રિલીઝ થયા પછી ગીતના બોલને કારણે સોશ્યલ મીડિયા પર ઘણા લોકો ખુશ નથી અને કમેન્ટ કરી રહ્યા છે કે સાચી ઘટના પર આધારિત દેશભક્તિની ફિલ્મના ગીતમાં આ કેવા શબ્દો છે? 

અપૂર્વ લાખિયાના ડિરેક્શનમાં બનેલી ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’નું નિર્માણ સલમાન ખાન ફિલ્મ્સના બૅનર હેઠળ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ સૈનિકોની વાર્તા પર આધારિત છે. ફિલ્મનો ફર્સ્ટ લુક અને ટીઝર સામે આવ્યા ત્યારથી જ એની ચર્ચા થઈ રહી છે. જોકે હજી સુધી એની નવી રિલીઝ-ડેટ જાહેર કરવામાં આવી નથી.

Salman Khan upcoming movie indian music social media bollywood news bollywood gossips bollywood teaser release