15 January, 2026 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાનના ફાર્મહાઉસમાં મહેન્દ્ર સિંહ ધોની અને એ. પી. ઢિલ્લોંની ગજબની મસ્તી
તારા સુતરિયાને સ્ટેજ પર કિસ કરવાને કારણે વિવાદમાં આવેલા સિંગર એ. પી. ઢિલ્લોંએ હાલમાં પોતાના સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો શૅર કરી છે જેમાં તે, સલમાન ખાન અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એકસાથે કાદવવાળી ઑફ-રોડ ડ્રાઇવનો આનંદ માણતા જોવા મળે છે. આ તસવીર સલમાનના પનવેલ સ્થિત ફાર્મહાઉસની છે, પણ ક્યારની છે એની કોઈ સ્પષ્ટતા નથી. એક તસવીરમાં એ. પી. ઢિલ્લોં, સલમાન અને મહેન્દ્ર સિંહ ધોની એકબીજાના ખભા પર હાથ રાખીને હસતા જોવા મળ્યા અને તેમનાં કપડાં માટીથી ખરડાયેલાં હતાં. એ. પી. ઢિલ્લોંએ એક વિડિયો પણ શૅર કર્યો જેમાં તે ફાર્મહાઉસમાં ઑલ-ટેરેન વ્હીકલ (ATV) ચલાવી રહ્યો છે.