✕

સમન્થા રુથ પ્રભુના ઘરે પુત્રજન્મ

21 November, 2026 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્નેએ પોતાના નવજાત દીકરાની પહેલી ઝલક દેખાડતી એક સુંદર તસવીર પોસ્ટ કરી હતી અને સાથે જાહેરાત કરી હતી કે તેમણે દીકરાનું નામ દેવ નિદિમોરુ રાખ્યું છે.

સમન્થા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ

સમન્થા રુથ પ્રભુ અને ફિલ્મમેકર રાજ નિદિમોરુના ઘરે ગુરુવારે દીકરાનો જન્મ થયો છે. સમન્થા અને રાજે સોશ્યલ મીડિયા દ્વારા ફૅન્સ સાથે આ ખુશખબર શૅર કરી હતી. બન્નેએ પોતાના નવજાત દીકરાની પહેલી ઝલક દેખાડતી એક સુંદર તસવીર પોસ્ટ કરી હતી અને સાથે જાહેરાત કરી હતી કે તેમણે દીકરાનું નામ દેવ નિદિમોરુ રાખ્યું છે.

સોશ્યલ મીડિયામાં શૅર કરેલી તસવીર સાથે તેમણે લખ્યું હતું, ‘અમારો સુંદર દીકરો દેવ નિદિમોરુ, ૧૯.૧૧.૨૦૨૬. અમારાં હૃદય આટલાં ખુશ ક્યારેય નહોતાં. સમન્થા અને રાજ.’ આ તસવીરમાં કપલે બાળકનો ચહેરો દેખાડ્યો નહોતો, પણ તેના નાનકડા હાથની ઝલક શૅર કરી હતી. આ તસવીર જોઈને ફૅન્સ પણ ખૂબ ઉત્સાહિત છે અને સોશ્યલ મીડિયા પર તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

samantha ruth prabhu raj nidimoru childbirth welcome entertainment news bollywood news bollywood buzz bollywood gossips bollywood social media