સમન્થા રુથ પ્રભુએ સાદાઈથી ઊજવ્યું બેબી શાવર ફંક્શન

18 July, 2026 04:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમન્થા રુથ પ્રભુ ટૂંક સમયમાં પોતાના પ્રથમ સંતાનનું સ્વાગત કરવા જઈ રહી છે. આ ખાસ અવસર પહેલાં તેણે પતિ રાજ નિદિમોરુ અને પરિવારના નજીકના સભ્યોની હાજરીમાં ખૂબ જ સાદાઈથી બેબી શાવર ફંક્શનની ઉજવણી કરી હતી.

સમન્થા રુથ પ્રભુએ સાદાઈથી ઊજવ્યું બેબી શાવર ફંક્શન

સમન્થા રુથ પ્રભુ ટૂંક સમયમાં પોતાના પ્રથમ સંતાનનું સ્વાગત કરવા જઈ રહી છે. આ ખાસ અવસર પહેલાં તેણે પતિ રાજ નિદિમોરુ અને પરિવારના નજીકના સભ્યોની હાજરીમાં ખૂબ જ સાદાઈથી બેબી શાવર ફંક્શનની ઉજવણી કરી હતી. આ સમારોહ સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવ્યો હતો, પણ હવે એની તસવીરો સોશ્યલ મીડિયા પર સામે આવી છે. આ પ્રસંગે સમન્થા અને રાજે પરંપરાગત વસ્ત્રો પહેર્યાં હતાં અને બન્નેએ ફૂલોની માળા પહેરી હતી તેમ જ બન્નેના ચહેરા પર આનંદ જોવા મળ્યો હતો.

samantha ruth prabhu bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news social media