પ્રેગ્નન્સી દરમ્યાન પણ સમન્થા રુથ પ્રભુ પાડી રહી છે જિમમાં પરસેવો

28 August, 2026 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમન્થા રુથ પ્રભુ પ્રેગ્નન્સી દરમ્યાન પણ ડૉક્ટરની મંજૂરીથી સ્ટ્રેંગ્થ-ટ્રેઇનિંગ કરી રહી છે. સોશ્યલ મીડિયા પોસ્ટમાં તેણે પોતાના વર્કઆઉટની તસવીરો અને વિડિયો શૅર કરીને દરેક પ્રેગ્નન્સી અલગ હોવાની વાત કરી છે.

સમન્થા રુથ પ્રભુ

સાઉથની લોકપ્રિય ઍક્ટ્રેસ સમન્થા રુથ પ્રભુ હાલમાં પોતાની પહેલી પ્રેગ્નન્સી એન્જૉય કરી રહી છે. તે ટૂંક સમયમાં મમ્મી બનવાની છે. પ્રેગ્નન્સી દરમ્યાન પણ સમન્થા વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. સમન્થાએ સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો અને વિડિયો પોસ્ટ કર્યાં છે જેમાં તે પ્રેગ્નન્સી દરમ્યાન પણ જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. ઍક્ટ્રેસે પોતાની પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે વર્ષોથી સ્ટ્રેંગ્થ-ટ્રેઇનિંગ કરી રહી છે.
પોસ્ટ શૅર કરતાં સમન્થાએ લખ્યું હતું કે ‘હું વર્ષોથી સ્ટ્રેંગ્થ-ટ્રેઇનિંગ કરી રહી છું અને ડૉક્ટરની મંજૂરીથી પ્રેગ્નન્સી દરમ્યાન પણ એને ચાલુ રાખી છે. મારા ટ્રેઇનરે પણ પ્રેગ્નન્સી દરમ્યાન ટ્રેઇનિંગ કરાવવાનું સર્ટિફિકેટ મેળવ્યું છે. અહીં તમે જે કંઈ જોઈ રહ્યા છો એ મારી બૉડી, મારા અનુભવ અને મારી પ્રેગ્નન્સીને ધ્યાનમાં રાખીને પ્લાન કરવામાં આવ્યું છે. દરેક પ્રેગ્નન્સી અલગ હોય છે એથી પ્લીઝ મારા વર્કઆઉટને તમારી પ્રેગ્નન્સી માટે માર્ગદર્શિકા તરીકે ઉપયોગ ન કરો. પ્રેગ્નન્સી દરમ્યાન એક્સરસાઇઝ કરતાં પહેલાં તમારા ડૉક્ટર સાથે વાત કરો અને કોઈ ક્વૉલિફાઇડ ટ્રેઇનર સાથે જ કામ કરો.’

samantha ruth prabhu entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood