09 November, 2025 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમન્થા રુથ પ્રભુ, રાજ નિદિમોરુ સાથે
ઍક્ટ્રેસ સમન્થા રુથ પ્રભુએ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી જેમાં તેણે આ વર્ષના પોતાના બોલ્ડ નિર્ણયો અને અનુભવો વિશે વાત કરી હતી. આ પોસ્ટમાં તેણે ડિરેક્ટર રાજ નિદિમોરુ સાથેની રોમૅન્ટિક તસવીર શૅર કરતાં સમન્થા અને રાજના સંબંધો ફરી ચર્ચામાં આવ્યા છે. હકીકતમાં તાજેતરમાં સમન્થાના પરફ્યુમની લૉન્ચ-ઇવેન્ટ યોજાઈ હતી અને આ તસવીરો ઇવેન્ટ દરમ્યાન જ ક્લિક કરવામાં આવી હતી.
સમન્થાએ પોસ્ટની કૅપ્શન લખી કે ‘છેલ્લા દોઢ વર્ષમાં મેં મારી કારકિર્દીનાં કેટલાંક સૌથી હિંમતવાન પગલાં લીધાં છે. મેં જોખમો લીધાં છે, મારી અંતઃપ્રેરણા પર વિશ્વાસ કર્યો છે અને સફરમાં શીખી છું. આજે હું આ નાની જીતની ઉજવણી કરી રહી છું. પ્રામાણિક અને મહેનતુ લોકો સાથે કામ કરવા બદલ હું ખૂબ આભારી છું. મને તમારા પર વિશ્વાસ છે, આ તો ફક્ત શરૂઆત છે.’
તેલુગુ ફિલ્મસ્ટાર નાગ ચૈતન્ય સાથેના છૂટાછેડા પછી સમન્થા ઘણા સમય સુધી સિંગલ હતી, પણ હવે તે ફિલ્મ-ડિરેક્ટર રાજ નિદિમોરુ સાથે રિલેશનશિપમાં હોવાનું કહેવાય છે. રાજ પણ ડિવૉર્સી છે.