સંભાવના સેઠ લગ્નનાં ૧૦ વર્ષ બાદ સરોગસીથી બનવાની છે મમ્મી

02 May, 2026 09:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દંપતીએ સોશ્યલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે તેઓ સરોગસીથી પેરન્ટ્સ બનવાનાં છે.

ઍક્ટ્રેસ અને યુટ્યુબર સંભાવના સેઠ અને તેનો પતિ અવિનાશ દ્વિવેદી

ઍક્ટ્રેસ અને યુટ્યુબર સંભાવના સેઠ અને તેનો પતિ અવિનાશ દ્વિવેદી લગ્નનાં ૧૦ વર્ષ બાદ પહેલી વખત મમ્મી-પપ્પા બનવાનાં છે. દંપતીએ સોશ્યલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે તેઓ સરોગસીથી પેરન્ટ્સ બનવાનાં છે. આ પોસ્ટની કૅપ્શન લખતાં સંભાવનાએ કહ્યું હતું, ‘હું પ્રેગ્નન્ટ છું. અમારી સૌથી સુંદર કહાની હવે પ્રેમ, આશા અને સરોગસી દ્વારા શરૂ થઈ રહી છે. કાઉન્ટડાઉન શરૂ.’

sambhavna seth bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news