મૈં હૂં નાનો સુસ્મિતા સેનનો રોલ પહેલાં ઑફર થયો હતો સમીરા રેડ્ડીને

18 February, 2026 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે એ સમયે સમીરા બીજા પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાના કારણે પછી સુસ્મિતાને સાઇન કરવામાં આવી હતી

સુસ્મિતા સેન અને સમીરા રેડ્ડી

ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફારાહ ખાને ખુલાસો કર્યો છે કે ફિલ્મ ‘મૈં હૂં ના’માં સુસ્મિતા સેને નિભાવેલા ચાંદની ચોપડાના રોલ માટે પહેલી પસંદગી સમીરા રેડ્ડી હતી અને તેને આ રોલ ઑફર કરવામાં આવ્યો હતો. જોકે એ સમયે સમીરા બીજા પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાના કારણે પછી સુસ્મિતાને સાઇન કરવામાં આવી હતી. 

આ રોલના કાસ્ટિંગ વિશે વાત કરતાં ફારાહે કહ્યું છે કે ‘મેં સમીરાને સૌપ્રથમ મ્યુઝિક-વિડિયોમાં જોઈ હતી અને તેની સ્ક્રીન-પ્રેઝન્સથી તરત જ પ્રભાવિત થઈ ગઈ હતી. પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં સમીરાનો લુક ફિલ્મના ચાંદની ચોપડા નામના પાત્ર સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતો હતો. જોકે પછી કાસ્ટિંગની પરિસ્થિતિ બદલાઈ ગઈ. જ્યારે ફિલ્મ પ્રોડક્શનની નજીક પહોંચી ત્યારે સમીરા રેડ્ડી અન્ય ફિલ્મ માટે કમિટ કરી ચૂકી હતી જેના કારણે શેડ્યુલમાં અથડામણ સર્જાઈ. ઓવરલૅપિંગ તારીખોના કારણે મૂળ આયોજન મુજબ કાસ્ટિંગ આગળ વધી શક્યું નહીં અને ટીમે અન્ય વિકલ્પો શોધવા શરૂ કર્યા. અંતે આ રોલ માટે સુસ્મિતાને ફાઇનલ કરવામાં આવી.’

sushmita sen bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news sameera reddy main hoon na