સમીર સોની બન્યો લેખક

03 December, 2021 01:48 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

સમીર સોની હવે ‘માય એક્સ્પીરિયન્સ વિથ સાઇલન્સ’ દ્વારા લેખક બની ગયો છે.

સમીર સોની

સમીર સોની હવે ‘માય એક્સ્પીરિયન્સ વિથ સાઇલન્સ’ દ્વારા લેખક બની ગયો છે. તેણે આ બુક દ્વારા તેના દિલની વાત તેની કલમથી પાના પર ઉતારી છે. ૨૭ નવેમ્બરથી તેની બુક સ્ટોરમાં ઉપલબ્ધ હતી. સમીરે આ બુકમાં તેના વાચકોને લાઇફમાં આવતા તમામ સવાલોનો સામનો કરવા માટે કહ્યું છે. સમીરે આ બુક દ્વારા વાચકોને એ કહેવાની કોશિશ કરી છે કે દરેક વ્યક્તિએ પોતાની જાતને શોધવી જોઈએ અને જ્યાં સુધી એ ન શોધે ત્યાં સુધી તે બીજાની લાઇફ જીવતો હોય છે. આ વિશે સમીર સોનીએ કહ્યું હતું કે ‘આ ડાયરી પૂરી રીતે અંતર્મુખી લોકો વિશે છે, જે લોકો એવું બતાવે છે કે તેઓ દુનિયાને કેવી રીતે જુએ છે. મેં શો-બિઝનેસમાં કેવી રીતે પોતાનો રસ્તો બનાવ્યો, કોઈ દિવસ બહાર ન જનાર વ્યક્તિએ કેવી રીતે પોતાની જગ્યા બનાવી. મેં આ સમયે મારી ડાયરી દ્વારા પોતાની જાતને શોધવાની કોશિશ 

bollywood news entertainment news samir soni