લવ ઍન્ડ વૉરનું બજેટ ૪૫૦ કરોડ રૂપિયા સુધી હોવાની વાત ગપગોળા?

06 March, 2026 11:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ પ્રથમ વખત મોટા પડદા પર સાથે જોવા મળશે

સંજય લીલા ભણસાલીની ફાઇલ તસવીર

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’ લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ પ્રથમ વખત મોટા પડદા પર સાથે જોવા મળશે. થોડા સમય પહેલાં ફિલ્મના બજેટને લઈને અહેવાલ આવ્યા હતા કે મેકર્સ આ ફિલ્મને ૪૫૦ કરોડ રૂપિયાના ભારે ખર્ચે બનાવી રહ્યા છે. જોકે નવા રિપોર્ટ મુજબ આ દાવો ખોટો સાબિત થયો છે.

ફિલ્મના બજેટ વિશે એની સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે ‘‘લવ ઍન્ડ વૉર’નું બજેટ વધ્યું છે, પરંતુ સંજય લીલા ભણસાલીની લગભગ દરેક ફિલ્મમાં આવું બનતું હોય છે. શરૂઆતમાં ફિલ્મને ૨૫૦ કરોડ રૂપિયાના ભવ્ય પ્રોજેક્ટ તરીકે પ્લાન કરવામાં આવી હતી, પરંતુ શૂટિંગ દરમ્યાન ખર્ચ વધીને અંદાજે ૩૫૦ કરોડ સુધી પહોંચી ગયો છે. સંજય લીલા ભણસાલી પોતાના વિઝન સાથે ક્યારેય સમાધાન કરતા નથી અને આ ફિલ્મને તેઓ પૂરતા જુસ્સા સાથે બનાવી રહ્યા છે. તેમને વિશ્વાસ છે કે આ તેમનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ કામ સાબિત થઈ શકે છે. ૪૫૦ કરોડના બજેટની જે વાતો ચાલી રહી છે એ પ્રોજેક્ટને નુકસાન પહોંચાડવા માટે જાણબૂઝીને ફેલાવવામાં આવી છે અને એમાં કોઈ સત્ય નથી.’ 

upcoming movie ranbir kapoor alia bhatt vicky kaushal bollywood buzz bollywood gossips entertainment news bollywood bollywood news