દમદાર લુક્સ બતાવી રહ્યાં છીએ, ખતરનાક રહસ્યો છુપાવી રહ્યાં છીએ

01 February, 2026 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્લૅમરસ તસવીરો પોસ્ટ કરીને સંજય મિશ્રા અને નીના ગુપ્તાની જોડી સોશ્યલ મીડિયામાં છવાઈ ગઈ

સંજય મિશ્રા અને નીના ગુપ્તાની જોડીનું રેટ્રો-ગ્લૅમ ફોટોશૂટ

સંજય મિશ્રા અને નીના ગુપ્તાને લીડ રોલમાં ચમકાવતી ‘વધ 2’ છઠ્ઠી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે ત્યારે આ બન્નેએ સોશ્યલ મીડિયા પર તેમના રેટ્રો-ગ્લૅમ ફોટોશૂટની તસવીરો શૅર કરીને ફૅન્સનો ઉત્સાહ વધારી દીધો છે. તેમનું આ ફોટોશૂટ સોશ્યલ મીડિયામાં ચર્ચાસ્પદ બન્યું છે.

સ્ક્રીન પર પોતાની સાદગી માટે જાણીતી આ પાવરહાઉસ જોડી ફોટોશૂટમાં સંપૂર્ણપણે નવા અવતારમાં જોવા મળી રહી છે. તેમણે સ્વૅગ, આત્મવિશ્વાસ અને સ્ટાઇલ સાથે એકદમ અલગ અને આકર્ષક લુક રજૂ કર્યો છે. જોકે આ વિઝ્યુઅલ્સ માત્ર ગ્લૅમ પૂરતા સીમિત નથી, ફિલ્મની મુખ્ય થીમને પણ દર્શાવે છે જ્યાં ચમક-દમકની પાછળ છુપાયેલો અંધકાર છે અને શાંત ચહેરા પાછળ રહસ્યો ધીમે-ધીમે ઓગળી રહ્યાં છે.

આ તસવીરો ઍક્ટર્સે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરી છે અને સાથે કૅપ્શન લખી છે, ‘દમદાર લુક્સ બતાવી રહ્યાં છીએ, ખતરનાક રહસ્યો છુપાવી રહ્યાં છીએ.’

sanjay mishra neena gupta photos social media entertainment news bollywood bollywood news