તેલુગુની ‘હિટ’ની હિન્દી રીમેકમાં જોવા મળશે સાન્યા અને રાજકુમાર

10 July, 2021 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૦ની આ થ્રિલરમાં એક પોલીસની સ્ટોરી દેખાડવામાં આવી હતી.

ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરવામાં આવશે.

સાન્યા મલ્હોત્રા અને રાજકુમાર રાવ તેલુગુ ફિલ્મ ‘હિટ’ની હિન્દી રીમેકમાં જોવા મળશે. ૨૦૨૦ની આ થ્રિલરમાં એક પોલીસની સ્ટોરી દેખાડવામાં આવી હતી. આ હિન્દી રીમેકનું હાલમાં પ્રી-પ્રોડક્શન ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં એનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. અન્ય પ્રોડ્યુસર્સની સાથે મળીને ભૂષણ કુમાર આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે. ફિલ્મ વિશે સાન્યાએ કહ્યું હતું કે ‘મેં ‘હિટ’ જોઈ હતી અને ફિલ્મનો કન્સેપ્ટ મને ખરેખર ખૂબ પસંદ છે. મને જ્યારે ફિલ્મ ઑફર કરી ત્યારે મેં તરત જ હા કહી દીધી હતી. આ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે અને એને લોકો સુધી પહોંચાડવી પણ જરૂરી છે. હું કામ શરૂ કરવા માટે ખૂબ આતુર છું.’

bollywood news entertainment news sanya malhotra rajkummar rao