ઑનલાઇન સુનાવણીમાં જૂહી ચાવલાને જોઇ HCમાં ગવાયું ગીત, `ઘૂંઘટ કી આડ સે દિલબર`...

02 June, 2021 07:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ સુનાવણીમાં અભિનેત્રી અને પર્યાવરણવિદ જૂહી ચાવલા પણ સામેલ થઈ. જેવું તે સામેલ થઈ, કોઇકે 1993ની ફિલ્મ `હમ હૈં રાહી પ્યાર કે`નું લોકપ્રિય ગીત, `ઘૂંઘટ કી આડ સે દિવબર કા...` ગણગણવાનું શરૂ કર્યું.

જૂહી ચાવલા

બૉલિવૂડની જાણીતી અભિનેત્રી જૂહી ચાવલાએ દેશમાં 5જી વાયરલેસ નેટવર્ક સ્થઆપિત કરવા વિરુદ્ધ દિલ્હી હાઇ કૉર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલે આજે એટલે કે બુધવારે ઑનલાઇન સુનાવણી પણ થઈ. જો કે, આ ત્રણવાર અટકાવવી પડી. આ સુનાવણીમાં અભિનેત્રી અને પર્યાવરણવિદ જૂહી ચાવલા પણ સામેલ થઈ. જેવું તે સામેલ થઈ, કોઇકે 1993ની ફિલ્મ `હમ હૈં રાહી પ્યાર કે`નું લોકપ્રિય ગીત, `ઘૂંઘટ કી આડ સે દિવબર કા...` ગણગણવાનું શરૂ કર્યું.

ન્યાયમૂર્તિ જે આર મિધાએ કહ્યું, "મહેરબાની કરી આ મ્યૂટ કરો.", જ્યારે જૂહી ચાવલા તરફથી વકીલ દીપક ખોસલાએ કહ્યું કે, "મને આશા છે કે આને કોઇ પ્રતિવાદી દ્વારા હટાવવામાં નહીં આવે." કૉર્ટ કાયદાકીય ફી મુદ્દે સુનાવણી કરી રહી હતી, જ્યારે કોઇક અન્યએ બૉલિવૂડ ગીત ગાઇને આને ફરી અટકાવવામાં આવી.

સુનાવણી દરમિયાન એક બીજા પ્રતિભાગીએ ફરીથી તેમની ફિલ્મનું ગીત ગાયું. આ વખતે `લાલ લાલ હોઠોં પે ગોરી કિસ્કા નામ હૈ...`નો અવાજ કૉર્ટ રૂમમાં ગુંજ્યો. જો કે, તેને સુનાવણીમાંથી હટાવી દેવામાં આવ્યો. ગીતોનો સિલસિલો અહીં અટક્યો નહીં. આગળ કોઇકે `મેરી બન્નો કી આએગી બારાત`ના શબ્દો ગાયા. ત્યાર બાદ ન્યાયાધીશે તે વ્યક્તિની ઓળખીને તેના પર અવમાનના નોટિસ જાહેર કરવાનો આદેશ આપ્યો. કૉર્ટે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના આઇટી વિભાગને તે વ્યક્તિની ઓળખ અને જરૂરી કાર્યવાહી માટે દિલ્હી પોલીસને આની માહિતી આપવા પણ જણાવ્યું.

જણાવવાનું કે આ પહેલા દિલ્હી હાઇકૉર્ટે અભિનેત્રી જૂહી ચાવલાને બુધવારે કહ્યું કે તે દેશમાં 5જી વાયરલેસ નેટવર્ક સ્થાપિત કરવા વિરુદ્ધ દાખલ પોતાની અરજી પર એક સંક્ષિપ્ત નોટ દાખલ કરે. ચાવલાએ દેશમાં 5જી વાયરલેસ નેટવર્ક સ્થાપિત કરવા વિરુદ્ધ નાગરિકો, જાનવરો, વનસ્પતિઓ અને જીવો પર આ પ્રૌદ્યોગિકીના વિકિરણના પ્રભાવ સંબંધી મુદ્દો ઉઠાવ્યો છે.

bollywood news bollywood bollywood gossips juhi chawla delhi high court