અબરામના બર્થ-ડેની ભવ્ય ઉજવણી, શાહરુખ-આર્યન ગેરહાજર

02 June, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જન્મદિવસની પાર્ટી માટે શાહરુખ ખાનની પુત્રી સુહાનાએ સમર ડ્રેસ પહેર્યો હતો જ્યારે ગૌરી ખાન લૂઝ પૅન્ટ સાથે સફેદ બ્લેઝરમાં જોવા મળી હતી.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

શાહરુખ ખાન અને ગૌરી ખાનના સૌથી નાના દીકરા અબરામની ૨૭ મેએ બારમી વર્ષગાંઠ હતી. આ દિવસનું ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને આ ઉજવણીનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ સેલિબ્રેશનમાં ગૌરી ખાન, મોટી બહેન સુહાના ખાન અને નાની સવિતા છિબ્બરે હાજરી આપી હતી, પણ એમાં શાહરુખ ખાન અને આર્યન ખાન હાજર નહોતા. 

અબરામના જન્મદિવસની ઉજવણી મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના આર્ટ્સ કૅફે ખાતે કરવામાં આવી હતી. જન્મદિવસની પાર્ટી માટે શાહરુખ ખાનની પુત્રી સુહાનાએ સમર ડ્રેસ પહેર્યો હતો જ્યારે ગૌરી ખાન લૂઝ પૅન્ટ સાથે સફેદ બ્લેઝરમાં જોવા મળી હતી.

અબરામ શાહરુખ અને ગૌરી ખાનનો સૌથી નાનો પુત્ર છે. શાહરુખ અને ગૌરીએ ૨૦૧૩માં સરોગસી દ્વારા તેમના ત્રીજા બાળક અબરામનું સ્વાગત કર્યું હતું. અબરામ શાહરુખનો બહુ લાડકો છે, પણ આ ફંક્શનમાં પિતા શાહરુખ અને ભાઈ આર્યનની ગેરહાજરી ઊડીને આંખે વળગતી હતી.

happy birthday Shah Rukh Khan gauri khan suhana khan aryan khan bollywood buzz bollywood news bollywood entertainment news