શાહરુખ ખાનનો ફેવરિટ ઍક્ટર છે દિલજિત દોસાંઝ

30 January, 2026 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ વાતનો ખુલાસો ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીએ એક વખત જાહેરમાં કર્યો હતો

શાહરુખ ખાન અને દિલજિત દોસાંઝની ફાઇલ તસવીર

શાહરુખ ખાન બૉલીવુડનો ટોચનો ઍક્ટર ગણાય છે. અનેક ટોચના ફિલ્મમેકર્સ તેમ જ  સ્ટાર્સ શાહરુખ સાથે કામ કરવા તલપાપડ હોય છે. જોકે શાહરુખનો ફેવરિટ ઍક્ટર દિલજિત દોસાંઝ છે અને એ વાતનો ખુલાસો ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીએ એક વખત જાહેરમાં કર્યો હતો.

ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી પોતાની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ના પ્રમોશન માટે દિલજિત દોસાંઝ અને પરિણીતિ ચોપડા સાથે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં આવ્યો હતો. એ શોમાં તેણે શાહરુખના ફેવરિટ ઍક્ટર વિશેનો ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘એક વખત હું શાહરુખ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે શાહરુખે વાત-વાતમાં દિલજિત દોસાંઝની ખૂબ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે દિલજિત મારો ફેવરિટ છે અને તે મને દેશનો શ્રેષ્ઠ અભિનેતા લાગે છે.’

Shah Rukh Khan diljit dosanjh imtiaz ali The Great Indian Kapil Show netflix entertainment news bollywood bollywood news