04 September, 2025 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુપરસ્ટાર શાહરુખ ખાન
પંજાબ છેલ્લા ચાર દાયકાના સૌથી ભયાનક પૂર-સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે બૉલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાને આ પીડિતો માટે પ્રાર્થના વ્યક્ત કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી છે. પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર શાહરુખે કહ્યું છે કે ‘પંજાબમાં આ વિનાશક પૂરથી પ્રભાવિત થયેલા લોકો પ્રત્યે મારું હૃદય દ્રવિડ થાય છે. પ્રાર્થનાઓ અને શક્તિ મોકલું છું... પંજાબનો ઉત્સાહ ક્યારેય તૂટશે નહીં... ભગવાન બધાનું સારું કરે.’