20 April, 2025 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન, આર્યન
શાહરુખ ખાનના ફૅન્સ આખી દુનિયામાં ફેલાયેલા છે. આ ચાહકો શાહરુખ સાથે સંપર્કમાં રહેવા માટે ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયામાં તેને ફૉલો કરતા હોય છે. ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો શાહરુખ ખાનને હાલમાં ૪૭.૮ મિલ્યન લોકો ફૉલો કરે છે. જોકે ખાસ વાત તો એ છે કે શાહરુખ માત્ર ૬ લોકોને જ ફૉલો કરે છે જેમાં એક પુરુષ અને પાંચ મહિલાઓ છે. શાહરુખ જેને ફૉલો કરે છે એવા લોકોના લિસ્ટમાં તેનો મોટો દીકરો આર્યન એકમાત્ર પુરુષ છે, જ્યારે અન્ય પાંચ મહિલાઓ છે.
ગૌરી ખાન
સુહાના ખાન
શાહરુખ ઇન્સ્ટાગ્રામ પર જે પાંચ મહિલાઓને ફૉલો કરે છે એમાં પત્ની ગૌરી ખાન, દીકરી સુહાના ખાન, તેના સાળાની દીકરી આલિયા છિબ્બર, મૅનેજર પૂજા દાદલાણી અને સેલિબ્રિટી પાર્ટી હોસ્ટ કરવા માટે જાણીતી કાજલ આનંદ ‘પુતુલુ’ છે.
આલિયા છિબ્બર
ગૌરી, સુહાના અને ગૌરીની ભત્રીજી આલિયા તો પરિવારની સભ્ય છે. પૂજા દાદલાણીની વાત કરીએ તો એ શાહરુખની મૅનેજર છે અને બન્ને હંમેશાં સાથે જોવા મળે છે. IPLની મૅચ દરમ્યાન પણ બન્ને સાથે જોવા મળે છે. પૂજા દાદલાણી માત્ર શાહરુખ ખાનની મૅનેજર નથી, ગૌરી ખાનની મિત્ર પણ છે. પૂજા ૨૦૧૨થી શાહરુખ ખાનની મૅનેજર છે અને ત્યારથી તે તેની સાથે કામ કરી રહી છે.
શાહરુખ જેને ફૉલો કરે છે એ કાજલ આનંદ મિત્રોમાં પુતુલુ તરીકે જાણીતી છે. સ્ટારસ્ટડેડ સેલિબ્રિટી પાર્ટીઓને હોસ્ટ કરનારી કાજલ આનંદ શાહરુખ ખાન અને ગૌરી ખાનની બેસ્ટ ફ્રેન્ડ છે. કાજલ આનંદ વકીલ છે એ ઉપરાંત અનેક બ્રૅન્ડની માલિક છે અને લાઇફસ્ટાઇલ ફૅશન-બ્રૅન્ડ ચલાવે છે.