02 August, 2026 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરૂખ ખાન
શાહરુખ ખાનની આગામી ઍક્શન થ્રિલર ફિલ્મ ‘કિંગ’ ક્રિસમસ વીક-એન્ડ દરમ્યાન રિલીઝ થવાની છે. રિલીઝ પહેલાં જ ફિલ્મે મ્યુઝિક-રાઇટ્સને લઈને મોટો રેકોર્ડ બનાવ્યાની ચર્ચા શરૂ થઈ છે. આ ફિલ્મમાં શાહરુખ સાથે તેની દીકરી સુહાના ખાન પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
રિપોર્ટ મુજબ ‘કિંગ’ના મ્યુઝિક-રાઇટ્સ ઝી મ્યુઝિકે અંદાજે પચાસ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. જોકે આ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તાજેતરમાં રણબીર કપૂરની મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’ના મ્યુઝિક-રાઇટ્સની પણ ભારે ચર્ચા થઈ હતી. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મના બન્ને ભાગના મ્યુઝિક રાઇટ્સ ટી-સિરીઝે લગભગ ૭૫ કરોડ રૂપિયામાં મેળવ્યા છે.