10 November, 2025 09:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનું પોસ્ટર
શાહરુખ ખાનને લીડ રોલમાં ચમકાવતી તેની આગામી ફિલ્મ ‘કિંગ’નું બજેટ ૩૫૦ કરોડ રૂપિયા જેટલું થઈ ગયું છે જેના કારણે એ હવે ભારતની સૌથી મોંઘી ઍક્શન ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મનું પ્લાનિંગ કરવામાં આવ્યું ત્યારે એનું બજેટ ૧૫૦ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. જોકે શાહરુખને આ ફિલ્મની વાર્તામાં રસ પડ્યો અને આખી ફિલ્મ અને ઍક્શન સીક્વન્સ રીડિઝાઇન કરવામાં આવી. એ પછી ફિલ્મનું બજેટ ૩૫૦ કરોડ રૂપિયા સુધી પહોંચી જતાં આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ઍક્શન ફિલ્મ બની ગઈ છે.
‘કિંગ’ સાથે સંકળાયેલી વ્યક્તિએ આપેલી માહિતી પ્રમાણે આ ફિલ્મનું બજેટ ૩૫૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે અને એમાં શાહરુખ ખાન અને ટીમ દ્વારા કરવામાં આવનાર પ્રમોશન અને અન્ય ખર્ચનો તો સમાવેશ પણ નથી થતો.
રિપોર્ટ્સ મુજબ ‘કિંગ’માં કુલ ૬ મોટા ઍક્શન સીન્સ હશે જેને અલગ જ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આમાંથી ત્રણ સીક્વન્સ વિશ્વના અલગ-અલગ દેશોમાં અસલી લોકેશન પર શૂટ કરવામાં આવશે, જ્યારે બાકીના ત્રણ વિશાળ સેટ્સ પર ફિલ્માવવામાં આવશે.