શાહરુખની કિંગની રિલીઝ પહેલાં જ ૨૫૦ કરોડ રૂપિયાની કમાણી

21 April, 2026 12:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિપોર્ટ છે કે આ ફિલ્મના થિયેટ્રિકલ રાઇટ્સ વેચાઈ ગયા છે

ફાઇલ તસવીર

શાહરુખ ખાનની ૨૪ ડિસેમ્બરે રિલીઝ થનારી આગામી ફિલ્મ ‘કિંગ’માં દીકરી સુહાના ખાન સહિત અનેક મોટા બૉલીવુડના સ્ટાર્સ જોવા મળશે. રિપોર્ટ છે કે આ ફિલ્મના થિયેટ્રિકલ રાઇટ્સ વેચાઈ ગયા છે અને નિર્માતાઓએ અંદાજે ૨૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે પેન સ્ટુડિયોઝ આ ફિલ્મને સમગ્ર ભારતમાં ડિસ્ટ્રિબ્યુટ કરશે. કંપનીએ ફિલ્મના ઑલ ઇન્ડિયા થિયેટ્રિકલ ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ ૨૫૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે. ‘કિંગ’ એક મોટા બજેટની ફિલ્મ છે જેને બનાવવામાં અંદાજે ૩૫૦ કરોડ રૂપિયા ખર્ચાયા છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રાની મુખરજી, અનિલ કપૂર, અભિષેક બચ્ચન અને રાઘવ જુયાલ જેવાં સ્ટાર્સ જોવા મળશે.

king Shah Rukh Khan upcoming movie entertainment news bollywood bollywood news