✕

શાહરુખ ખાનની કિંગની વાર્તા સોશ્યલ મીડિયામાં લીક થઈ ગઈ?

16 November, 2026 01:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે આ વાર્તા માત્ર સોશ્યલ મીડિયા પર થઈ રહેલી ચર્ચા છે, પણ આ વાત સાચી છે કે નહીં એ તો ફિલ્મ રિલીઝ થશે એ પછી જ ખબર પડશે.

શાહરુખ ખાન

૨૪ ડિસેમ્બરે રિલીઝ થનાર શાહરુખ ખાનની ‘કિંગ’ અત્યારથી જ ચર્ચામાં છે. સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, રાની મુખરજી, અનિલ કપૂર, સુહાના ખાન સહિત અનેક કલાકારો જોવા મળશે. હાલમાં સોશ્યલ મીડિયામાં ફિલ્મની વાર્તા લીક થઈ છે. સોશ્યલ મીડિયા પરની પોસ્ટમાં ફિલ્મની વાર્તા જણાવતાં લખવામાં આવ્યું હતું કે ‘અભિષેક  ફિલ્મમાં શાહરુખને દીપિકાને મારી નાખવાનું કામ સોંપશે, કારણ કે દીપિકા અભિષેકની ગૅન્ગ અને તેના ગુનાઓની તપાસ કરી રહી હશે. જોકે શાહરુખ અને દીપિકા એકબીજાના પ્રેમમાં પડી જશે. દીપિકા ગર્ભવતી હશે અને બન્ને લગ્ન કરવાનો નિર્ણય લેશે, પણ અભિષેક લગ્નસમારોહમાં પહોંચીને દીપિકાને ગોળી મારી દેશે. શાહરુખ ત્યાર બાદ અભિષેકનો પીછો કરશે અને તેની ગૅન્ગના અનેક સભ્યોને મારી નાખશે. જોકે પોલીસ તેને પકડી લેશે અને તેને જેલમાં મોકલી દેવામાં આવશે. બીજી તરફ દીપિકા ગંભીર રીતે ઘાયલ થઈ હશે, પણ તેનું તાત્કાલિક મોત નહીં થાય. તેને હૉસ્પિટલ લઈ જવામાં આવશે, જ્યાં તે સુહાનાને જન્મ આપશે અને ત્યાર બાદ તેનું મોત થશે. દીપિકા પોતાની દીકરીને રાની મુખરજીને સોંપી દેશે. રાની પછી સુહાનાનો ઉછેર કરશે. જોકે અભિષેક કોઈક રીતે રાનીની હત્યા કરી નાખશે. ત્યાર બાદ સુહાના આ વાતનો બદલો લેવા માગશે. તે શાહરુખને મળશે અને બન્ને અભિષેક સામે લડવા નીકળશે.’
જોકે આ વાર્તા માત્ર સોશ્યલ મીડિયા પર થઈ રહેલી ચર્ચા છે, પણ આ વાત સાચી છે કે નહીં એ તો ફિલ્મ રિલીઝ થશે એ પછી જ ખબર પડશે.

entertainment news bollywood buzz bollywood news bollywood Shah Rukh Khan king