✕

કિંગનું ટ્રેલર લૉન્ચ કરવા માટે થઈ રહ્યું છે માસ્ટર પ્લાનિંગ

27 November, 2026 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિપોર્ટ પ્રમાણે મેકર્સ ‘કિંગ’ના ટ્રેલરના મામલે કોઈ કચાશ રાખવા માગતા નથી અને એના માટે મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે.

શાહરુખ ખાન

સુપરસ્ટાર શાહરુખ ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘કિંગ’ને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. બીજી નવેમ્બરે શાહરુખના જન્મદિવસે મેકર્સે ‘કિંગ’નું ફર્સ્ટ લુક પોસ્ટર શૅર કર્યું હતું અને હવે એના ટ્રેલરને રિલીઝ કરવાની તૈયારી થઈ રહી છે. રિપોર્ટ પ્રમાણે મેકર્સ ‘કિંગ’ના ટ્રેલરના મામલે કોઈ કચાશ રાખવા માગતા નથી અને એના માટે મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે.

રિપોર્ટ પ્રમાણે ‘કિંગ’ના ટ્રેલરની લંબાઈ ત્રણ અથવા સાડાત્રણ મિનિટ હોઈ શકે છે. ટ્રેલરમાં ઍક્શન, રોમાંચ અને મ્યુઝિક પર ખાસ ધ્યાન આપવામાં આવશે. જોકે મેકર્સનું ધ્યાન એ વાત પર પણ છે કે આટલા રનટાઇમમાં ફૅન્સને ફિલ્મની સ્ટોરીનો સંપૂર્ણ સાર ન બતાવવામાં આવે. આના બદલે ઉત્સુકતા વધારવા માટે અલગ-અલગ પ્રકારની સીક્વન્સ ટ્રેલરમાં સામેલ કરવામાં આવશે જેથી ફિલ્મનું સસ્પેન્સ જળવાઈ રહે. રિપોર્ટ પ્રમાણે ૨૪ ડિસેમ્બરે રિલીઝ થનારી ‘કિંગ’નું ટ્રેલર આગામી મહિને ૧૪ ડિસેમ્બરે રિલીઝ થઈ શકે છે.

Shah Rukh Khan upcoming movie king happy birthday entertainment news bollywood news bollywood buzz bollywood gossips bollywood