શાહરુખ ખાનની મૅનેજર પૂજા દાદલાણી ગુરનાણીએ બાંદરામાં ૩૮.૨૧ કરોડ રૂપિયામાં ખરીદ્યા ત્રણ ફ્લૅટ

24 April, 2026 08:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરેક ફ્લૅટનો કાર્પેટ એરિયા ૧૫૧૧.૧૫ સ્ક્વેર ફુટ છે અને સાથે ૮૧.૧૬ સ્ક્વેર ફુટની બાલ્કની છે

શાહરુખ ખાનની મૅનેજર પૂજા દાદલાણી ગુરનાણી

શાહરુખ ખાનની મૅનેજર પૂજા દાદલાણી ગુરનાણીએ તેના પતિ હિતેશ પ્રકાશ ગુરનાણી અને પિતા મોહન દાદલાણી સાથે મળીને બાંદરા વિસ્તારમાં કુલ ૩૮.૨૧ કરોડ રૂપિયામાં ત્રણ ફ્લૅટ ખરીદ્યા છે. દસ્તાવેજ પરથી મળેલી માહિતી પ્રમાણે આ ત્રણેય અપાર્ટમેન્ટ કાર્ટર રોડ પર આવેલી ‘વરુણ’ નામની બિલ્ડિંગમાં છે, જે હાલ રીડેવલપમેન્ટ હેઠળ છે.

મળતી માહિતી મુજબ એક ફ્લૅટ પૂજા દાદલાણી ગુરનાણીએ ખરીદ્યો છે, જ્યારે એક ફ્લૅટ તેના પતિ હિતેશ પ્રકાશ ગુરનાણી અને એક તેના પિતા મોહન દાદલાણીના નામે લેવામાં આવ્યો છે. દરેક ફ્લૅટનો કાર્પેટ એરિયા ૧૫૧૧.૧૫ સ્ક્વેર ફુટ છે અને સાથે ૮૧.૧૬ સ્ક્વેર ફુટની બાલ્કની છે. આમ કુલ ત્રણેય ફ્લૅટનો વિસ્તાર મળીને ૪૭૭૬ સ્ક્વેર ફુટ થાય છે.

Shah Rukh Khan real estate bandra entertainment news bollywood bollywood news bollywood gossips