‘રૉકેટ્રી : ધ નામ્બી ઇફેક્ટ’, ‘બ્રહ્માસ્ત્ર’માં 20 મિનિટના રોલમાં દેખાશે શાહરુખ

25 June, 2022 06:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે એ તો ફિલ્મ રિલીઝ થશે ત્યારે જ જાણ થશે કે તેનો રોલ કયો છે. હજી સુધી એ વિશે ચોક્કસ માહિતી નથી મળી.

શાહરુખ ખાન

શાહરુખ ખાન આગામી ફિલ્મ ‘રૉકેટ્રી : ધ નામ્બી ઇફેક્ટ’ અને ‘બ્રહ્માસ્ત્ર’માં વીસ મિનિટના રોલમાં દેખાવાનો છે. આ ફિલ્મમાં માધવને ઍક્ટિંગ કરવાની સાથે એને ડિરેક્ટ પણ કરી છે. આ ફિલ્મ ઇસરો (ISRO) એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનના સાયન્ટિસ્ટ ડૉ. નામ્બી નારાયણનની રિયલ સ્ટોરી પર આધારિત છે. પહેલી જુલાઈએ આ ફિલ્મ હિન્દી, તામિલ અને ઇંગ્લિશમાં રિલીઝ થવાની છે. સાથે જ આ ફિલ્મને તેલુગુ, મલયાલમ અને કન્નડમાં પણ ડબ કરવામાં આવી છે. ફિલ્મનું પ્રીમિયર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું અને ફિલ્મને લોકોએ ખૂબ આવકાર આપ્યો હતો. વાત કરીએ ‘બ્રહ્માસ્ત્ર’ની તો અયાન મુખરજીની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન, રણબીર અને આલિયા લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મ આ વર્ષે ૯ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ બન્ને ફિલ્મમાં શાહરુખ ખાનનો વીસ મિનિટનો પરંતુ અગત્યનો રોલ રહેવાનો છે. હવે એ તો ફિલ્મ રિલીઝ થશે ત્યારે જ જાણ થશે કે તેનો રોલ કયો છે. હજી સુધી એ વિશે ચોક્કસ માહિતી નથી મળી.

bollywood news bollywood bollywood gossips entertainment news Shah Rukh Khan