રાકામાં અલ્લુ અર્જુન સાથે શાહરુખ પણ જોવા મળશે?

16 April, 2026 09:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જવાન અને રાકાનો ડિરેક્ટર ઍટલી આવું કરી દેખાડશે

તાજેતરમાં શાહરુખ ખાને ‘રાકા’ના ફર્સ્ટ લુકની પ્રશંસા કરી હતી

અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘રાકા’ હાલમાં ભારે ચર્ચામાં છે. આ ફિલ્મનું નામ અલ્લુ અર્જુનની ૪૪મી વર્ષગાંઠે જાહેર કરવામાં આવ્યું હતું. હવે ખબર પડી છે કે આ ફિલ્મમાં શાહરુખ ખાન એક ખાસ કૅમિયોમાં જોવા મળી શકે છે અને તેણે ડિરેક્ટર ઍટલીની આ ફિલ્મમાં કામ કરવા માટે મંજૂરી આપી દીધી છે. શાહરુખ અને ઍટલીએ ૨૦૨૩માં ‘જવાન’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. હવે ‘રાકા’માં શાહરુખ નાની પરંતુ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ખાસ વાત તો એ છે કે અગાઉ અલ્લુ અર્જુનને ‘જવાન’માં કૅમિયો માટે ઑફર મળી હતી, પરંતુ ‘પુષ્પા - ધ રૂલ’ના શૂટિંગને કારણે તે આ રોલ કરી શક્યો નહોતો. હવે ‘રાકા’માં બન્ને સ્ટાર્સ સાથે જોવા મળશે જે ચાહકો માટે ખાસ રહેશે.

allu arjun upcoming movie Shah Rukh Khan atlee kumar entertainment news bollywood bollywood news