03 November, 2025 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન
શાહરુખ ખાનની ગઈ કાલે ૬૦મી વર્ષગાંઠ હતી અને એ દિવસે તેની આગામી ફિલ્મ ‘કિંગ’નો ફર્સ્ટ લુક લૉન્ચ કરીને ફૅન્સને સરપ્રાઇઝ આપવામાં આવી હતી. કિંગ ખાનના બર્થ-ડે પર ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે ‘કિંગ’નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. શાહરુખે પહેલાં આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરીને કૅપ્શન લખી હતી, ‘સૌ દેશોં મેં બદનામ, દુનિયાને દિયા સિર્ફ એક હી નામ... કિંગ. ઇટ્સ શો ટાઇમ. ૨૦૨૬ સે થિયેટરો મેં.’
ત્યાર બાદ શાહરુખે ફિલ્મનું પોસ્ટર પોસ્ટ કરીને લખ્યું, ‘ડર નહીં, દહશત હૂં.’ આ ફિલ્મમાં શાહરુખ સિલ્વર હેર, ઇઅરરિંગ્સ અને સ્ટાઇલિશ સ્ટાઇલવાળા એકદમ નવા લુકમાં જોવા મળે છે.