૧૮ અથવા તો ૨૫ તારીખ

26 January, 2022 01:45 PM IST  |  Mumbai | Gaurav Sarkar

શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુરની ‘જર્સી’ને ફેબ્રુઆરીની આ તારીખે રિલીઝ કરવામાં આવી શકે

‘જર્સી’નો સીન

શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુરની ‘જર્સી’ને હવે ૧૮ અથવા તો ૨૫ ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવી શકે એવી ચર્ચા છે. આ ફિલ્મ પહેલાં ૩૧ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. જોકે ઓમાઇક્રોનને કારણે કેસ વધી રહ્યા હતા એને જોતાં ફિલ્મની રિલીઝને પાછળ ઠેલવામાં આવી હતી. જોકે હવે એવી ચર્ચા છે કે આ ફિલ્મને ૧૮ અથવા તો ૨૫ ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવી શકે એમ છે. આ ફિલ્મની સેન્સરને લઈને પણ તમામ પ્રોસેસ પૂરી થઈ ગઈ હતી. મેકર્સ દ્વારા હવે તારીખ જાહેર કરી એને રિલીઝ કરવાની જ રાહ જોવાઈ રહી છે. આ એક ફૅમિલી ડ્રામા છે જે બે કલાક અને ૫૫ મિનિટની છે. શાહિદની અઢાર વર્ષની કરીઅરમાં આ તેની સૌથી લાંબી ફિલ્મ છે. તેલુગુ ફિલ્મ ‘જર્સી’ બે કલાક અને ૪૦ મિનિટ લાંબી હતી.

entertainment news bollywood bollywood news upcoming movie shahid kapoor