02 March, 2026 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
હાલમાં શાહિદ કપૂરે તેને ખુશ કરી દેનાર ઉપાય વિશે જણાવતાં કહ્યું હતું કે તેને કિશોર કુમારનાં ગીતો સાંભળતાં-સાંભળતાં લૉન્ગ ડ્રાઇવ કરવામાં બહુ આનંદ મળે છે. શાહિદે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક વિડિયો પણ અપલોડ કર્યો છે જેમાં તે કારની સવારીનો આનંદ માણી રહ્યો છે અને પાછળથી કિશોર કુમારનું મધુર ગીત ‘ચલા જાતા હૂં’ વાગી રહ્યું છે. શાહિદે આ
રોડ-ટ્રિપના વિડિયોની કૅપ્શન લખી છે, ‘ઘૂમો, ફિરો, ખુશ રહો’.