24 April, 2025 08:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મર્દાની (ફાઈલ તસવીર)
Janki Bodiwala In Mardaani 3: ફિલ્મ `મર્દાની 3`ને લઈને મોટી અપડેટ સામે આવી છે. ફિલ્મમાં `શૈતાન`ની અભિનેત્રી જાનકી બોડીવાલા મહત્ત્વનું પાત્ર ભજવશે. પહેલા તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હતી.
વર્ષ 2014માં રિલીઝ થયેલી ફિલ્મ `મર્દાની`માં અભિનેત્રી રાણી મુખર્જીએ પોલીસનું જબરજસ્ત પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી. ફિલ્મની સફળતા બાદ રાણી મુખર્જી `મર્દાની 2`માં જોવા મળી. આ ફિલ્મ 2019માં રિલીઝ થઈ. આ ફિલ્મ પણ બૉક્સ ઑફિસ પર ખૂબ જ સફળ રહી. હવે ફેન્સ આ ફિલ્મના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે.
શરૂ થઈ ચૂકી છે ફિલ્મ મર્દાની 3ની શૂટિંગ
વર્ષ 2024માં સમાચાર આવ્યા કે ફિલ્મ નિર્માતા `મર્દાની 3` પર કામ કરી રહ્યા છે. એક ન્યૂઝ એજન્સીના રિપૉર્ટ પ્રમાણે ફિલ્મ `મર્દાની 3`ની શૂટિંગ આ વર્ષની શરૂઆતમાં જ શરૂ થઈ ચૂકી છે. ફિલ્મ આવતા વર્ષે 2026માં હોળીના અવસરે રિલીઝ થશે.
જાનકી બોડીવાલા બનશે આ ફિલ્મનો ભાગ
વેબસાઈટ પ્રમાણે અભિનેત્રી જાનકી બોડીવાલા પણ આ ફિલ્મ એટલે કે `મર્દાની 3`માં મહત્ત્વનું પાત્ર ભજવશે. જાનકી બોડીવાલાએ ફિલ્મ `શૈતાન`માં ખૂબ જ સરસ એક્ટિંગ કરી હતી. જેનાથી રાણી મુખર્જી અને આદિત્ય ચોપડા પ્રભાવિત થયાં છે, આથી તેમણે જાનકી બોડીવાલાને ફિલ્મમાં મહત્ત્વનું પાત્ર આપ્યું છે. તે આ ફિલ્મમાં એક પોલીસનું પાત્ર ભજવશે. ફિલ્મની શૂટિંગ મુંબઈમાં થઈ રહી છે.
જરૂરી મુદ્દા પર બનશે ફિલ્મ
સમાચાર છે કે `મર્દાની 3` બન્ને ફિલ્મથી જબરજસ્ત હશે. પહેલી ફિલ્મ સામાજિક મુદ્દા પર આધારિત હતી. તે જ રીતે આ ફિલ્મ પણ જરૂરી સામાજિક મુદ્દા પર હશે.
જાનકી બોડીવાલાનું બૉલિવૂડમાં દળદાર પાત્ર
જાનકી બોડીવાલાએ બૉલિવૂડમાં `શૈતાન` ફિલ્મ દ્વારા ડેબ્યૂ કર્યો હતો. આ પહેલા તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ હતી. હવે તે બૉલિવૂડમાં `મર્દાની 3`માં મહત્ત્વનું પાત્ર ભજવવા જઈ રહી છે.
`મર્દાની 3` યશરાજ ફિલ્મ્સના (Yash Raj Films) બેનર હેઠળ રિલીઝ થવાની છે. આ બેનર હેઠળ ચાર ફિલ્મો રિલીઝ થવામાં છે. `સૈયારા` 18 જુલાઈ, `વૉર 2` બીજી ઑગસ્ટ, `અલ્ફા` 25 ડિસેમ્બર અને `મર્દાની 3` 27 ફેબ્રુઆરી 2026ના રિલીઝ થશે.
પિંકવિલાના રિપોર્ટ અનુસાર, આદિત્ય ચોપરાએ રાની મુખર્જીની ફિલ્મ `મર્દાની 3` માટે જાનકી બોડીવાલાને પસંદ કરી છે. આ ફિલ્મમાં જાનકી બોડીવાલા પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. `મર્દાની 3` આવતા પહેલા, જાનકીએ ફિલ્મ `શૈતાન` માં અજય દેવગનની પુત્રીની ભૂમિકા ભજવી હતી, જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી. `શૈતાન` પછી હવે જાનકી બોડીવાલાને `મર્દાની 3`માં રાની મુખર્જી સાથે ઓનસ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા માટે લોકો ખૂબ જ આતુર છે.