પિતાને સ્ક્રીન પર જોવાની ખૂબ જ મજા આવે છે શ્રદ્ધા કપૂરને

21 July, 2021 02:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૯૪માં આવેલી ‘અંદાઝ અપના અપના’માં શક્તિ કપૂરે ક્રાઇમ માસ્ટર ગોગોનું પાત્ર ભજવ્યું હતું

શક્તિ કપૂર, શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂરનું કહેવું છે કે તે જ્યારે પણ તેના પિતા શક્તિ કપૂરને સ્ક્રીન પર જુએ છે તો તેને ખૂબ જ મજા આવે છે. ૧૯૯૪માં આવેલી ‘અંદાઝ અપના અપના’માં શક્તિ કપૂરે ક્રાઇમ માસ્ટર ગોગોનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર તેઓ ફરી એક ઑનલાઇન સ્પેશ્યલ પ્રોજેક્ટમાં ભજવતાં જોવા મળશે. તેઓ ડિઝની + હૉટસ્ટાર માટે આ રોલ ભજવશે. આ વિશે શ્રદ્ધા કપૂરે કહ્યું હતું કે ‘હું જ્યારથી નાની હતી ત્યારથી મારા પિતાને સ્ક્રીન પર જોવાને ખૂબ એન્જૉય કરું છું. તેઓ પાત્રને પોતાનો જે ટચ આપે છે એ એકદમ ક્લાસિક હોય છે. તેમની સાથે સેટ પર હોવાથી ઘણું શીખવા મળે છે અને મારા માટે એ યાદગાર પણ છે.’

entertainment news bollywood bollywood news shraddha kapoor shakti kapoor