શનાયા જોડી જમાવશે હવે અભય વર્મા સાથે

06 March, 2026 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિપોર્ટ મુજબ શનાયા કપૂરની નવી ફિલ્મનું નામ જેકબ કાર્ડોસો રાખવામાં આવ્યું છે

શનાયા કપૂર

શનાયા કપૂરે ગયા વર્ષે ફિલ્મ ‘આંખોં કી ગુસ્તાખિયાં’થી ઍક્ટિંગ-ડેબ્યુ કર્યું હતું. જોકે આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખાસ કમાલ બતાવી શકી નહોતી. ત્યાર બાદ આ વર્ષે ૧૩ ફેબ્રુઆરીએ તેની બીજી ફિલ્મ ‘તૂ યા મૈં’ રિલીઝ થઈ. શનાયા અને આદર્શ ગૌરવ અભિનીત આ ફિલ્મ ફ્લૉપ સાબિત થઈ. હવે સતત બે નિષ્ફળતાઓ બાદ શનાયા ફરી એક ફિલ્મમાં જોવા મળશે. આ પ્રોજેક્ટ પર કામ ઘણા સમયથી શરૂ થઈ ગયું હતું, પરંતુ ફિલ્મનું ટાઇટલ નક્કી થયું નહોતું.

રિપોર્ટ મુજબ શનાયા કપૂરની નવી ફિલ્મનું નામ જેકબ કાર્ડોસો રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તેની સાથે ‘મુંજ્યા’નો હીરો અભય વર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મના બૅકગ્રાઉન્ડમાં ગોવા છે. ફિલ્મમાં ૧૯૮૭ના એ સમયની વાત છે જ્યારે ગોવા એક રાજ્ય તરીકે વિકસતું હતું. ફિલ્મને કૉમેડીરૂપે રજૂ કરવામાં આવી રહી છે, જેમાં એક રોમૅન્ટિક ટ્રૅક પણ સામેલ છે.
આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. હાલ પ્રોજેક્ટ પોસ્ટ-પ્રોડક્શનના અંતિમ તબક્કામાં છે. જોકે ફિલ્મની થિયેટરમાં રિલીઝ તારીખની જાહેરાત હજી બાકી છે.

Shanaya Kapoor abhay verma upcoming movie entertainment news bollywood bollywood news