30 March, 2025 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શનાયા કપૂર
ઍક્ટર સંજય કપૂર અને મહીપ કપૂરની દીકરી શનાયા કપૂરની એક પણ ફિલ્મ રિલીઝ નથી થઈ છતાં બૉલીવુડમાં તેની ચર્ચા થવા લાગી છે. રિપોર્ટ પ્રમાણે શનાયાને ફિલ્મમેકર કરણ જોહરની પ્રખ્યાત ફ્રૅન્ચાઇઝી ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ના ત્રીજા ભાગમાં ડબલ રોલમાં સાઇન કરવામાં આવી છે. આ ફિલ્મમાં શનાયાને એકસાથે બે અલગ અલગ પ્રકારનાં પાત્રો ભજવીને પોતાની ઍક્ટિંગ સ્કિલ દેખાડવાની તક મળશે. આ સિવાય શનાયાને ‘મુંજ્યા’થી લાઇમલાઇટમાં આવેલા અભય વર્માની એક ફિલ્મ માટે પણ સાઇન કરવામાં આવી છે.
થોડા દિવસો પહેલાં શનાયાની ડેબ્યુ ફિલ્મ ‘તૂ યા મૈં’નું ટીઝર રિલીઝ થયું હતું. ડિરેક્ટર આનંદ એલ. રાયની આ ફિલ્મમાં શનાયાની સાથે આદર્શ ગૌરવ કામ કરી રહ્યો છે. આ ટીઝરમાં પણ શનાયાની ઍક્ટિંગ લોકોને પસંદ પડી છે.