✕

માધુરી દીક્ષિત સાથે પ્રેમ મોલ લિયાનો ડાન્સ કરીને શર્વરી થઈ ખુશખુશાલ

29 October, 2026 11:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને રિલીઝ થવાને ગણતરીના દિવસોની વાર છે ત્યારે હાલમાં શર્વરીએ રાજશ્રી પ્રોડક્શન્સની સુપરહિટ ‘હમ આપ કે હૈં કૌન..!’ની હિરોઇન માધુરી દીક્ષિત સાથે તેની આગામી ફિલ્મના ટાઇટલ-સૉન્ગ પર ડાન્સ કરીને વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

માધુરી સાથે ડાન્સ કરી શર્વરી ખુશખુશાલ

શર્વરી અને આયુષ્યમાન ખુરાનાની જોડી રાજશ્રી પ્રોડક્શન્સની આગામી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’માં જોવા મળશે અને આ ફિલ્મ ૨૭ નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મને રિલીઝ થવાને 
ગણતરીના દિવસોની વાર છે ત્યારે હાલમાં શર્વરીએ રાજશ્રી પ્રોડક્શન્સની સુપરહિટ ‘હમ આપ કે હૈં કૌન..!’ની હિરોઇન માધુરી દીક્ષિત સાથે તેની આગામી ફિલ્મના ટાઇટલ-સૉન્ગ પર ડાન્સ કરીને વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

વિડિયો શૅર કરતાં શર્વરીએ લખ્યું હતું કે ‘સૂરજ બડજાત્યા સરની રાજશ્રીની મૂળ અભિનેત્રીઓમાંની એક, એકમાત્ર માધુરી દીક્ષિત મૅમ તરફથી આટલો પ્રેમ મળવો મારા માટે સન્માનની વાત છે. મારી આદર્શ અભિનેત્રી સાથે ડાન્સ કરવાની તક મળવી અવિસ્મરણીય અને ખૂબ જ ખાસ અનુભવ છે. આભાર મૅમ, તમે શ્રેષ્ઠ છો.’

sharvari wagh madhuri dixit ayushmann khurrana rajshri productions indian classical music indian music upcoming movie bollywood news bollywood gossips bollywood indian classical dance social media