ફરી સાથે ચમકશે શર્વરી અને વેદાંગ રૈનાની જોડી

03 August, 2026 09:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘મૈં વાપસ આઉંગા’ બાદ શર્વરી અને વેદાંગ રૈનાની લોકપ્રિય જોડી ફરી એક વખત ઇમ્તિયાઝ અલીની નવી રોમૅન્ટિક ફિલ્મમાં સાથે જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ નવેમ્બરથી શરૂ થવાની તૈયારી ચાલી રહી છે.

શર્વરી વાઘ, વેદાંગ રૈના અને ઈમ્તિયાઝ અલી

શર્વરી અને વેદાંગ રૈનાને ચમકાવતી ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીની ‘મૈં વાપસ આઉંગા’ને દર્શકોએ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો હતો અને ફિલ્મે બૉક્સ-ઑફિસ પર પણ સારું પ્રદર્શન કર્યું હતું. ફિલ્મમાં શર્વરી અને વેદાંગ રૈનાની જોડીએ ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. રિપોર્ટ મુજબ આ લોકપ્રિય જોડી ફરી એક વખત મોટા પડદા પર સાથે જોવા મળશે અને આ ફિલ્મનું ડિરેક્શન પણ ઇમ્તિયાઝ અલી જ કરશે.
મળતી માહિતી પ્રમાણે હાલમાં ઇમ્તિયાઝ અલી નવી રોમૅન્ટિક ફિલ્મ પર કામ કરી રહ્યા છે જેમાં મુખ્ય ભૂમિકામાં શર્વરી અને વેદાંગ રૈના જોવા મળશે. હાલમાં ફિલ્મ પ્રી-પ્રોડક્શનના તબક્કામાં છે અને નિર્માતાઓ નવેમ્બર મહિનામાં એનું શૂટિંગ શરૂ કરવાની તૈયારીમાં છે. આ ફિલ્મની અંતિમ સ્ક્રિપ્ટ તૈયાર થઈ ચૂકી છે અને કલાકારોની પસંદગી પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે ફિલ્મના લોકેશન, શૂટિંગ-શેડ્યુલ અને અન્ય પ્રોડક્શન સંબંધિત કામગીરીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી શૂટિંગ સમયસર શરૂ થઈ શકે.

vedang raina sharvari wagh imtiaz ali entertainment news bollywood news bollywood controversies bollywood buzz bollywood gossips bollywood events bollywood