04 May, 2026 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ ફિલ્મમાં શર્વરી અને વેદાંગ સિવાય દિલજિત દોસાંઝ પણ મુખ્ય ભૂમિકામાં છે
ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીની આવનારી ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’ ૧૨ જૂને રિલીઝ થવાની છે. હવે રિલીઝ-ડેટ નજીકમાં છે ત્યારે એનું પ્રમોશન કરવા માટે યોજાયેલી ઇવેન્ટમાં ફિલ્મનાં લીડ સ્ટાર્સ શર્વરી વાઘ અને વેદાંગ રૈના પણ જોવા મળ્યાં હતાં. આ સમયે શર્વરીએ વાઇટ મિની ડ્રેસ અને ડેનિમ જૅકેટ પહેર્યું હતું, જ્યારે વેદાંગ લાઇટ શર્ટ અને જીન્સમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં શર્વરી અને વેદાંગ સિવાય દિલજિત દોસાંઝ પણ મુખ્ય ભૂમિકામાં છે પણ તે આ ઇવેન્ટમાં હાજર રહી શક્યો નહોતો. જોકે દિલજિતને બદલે ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીએ તેમને કંપની આપી હતી. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મની વાર્તા ૧૯૪૭ના ભારત-પાકિસ્તાન વિભાજનના બૅકગ્રાઉન્ડ પર આધારિત એક અધૂરી પ્રેમકથા છે જેમાં બાળપણનો પ્રેમ, દુઃખ અને તડપ જોવા મળશે.